![દેવ પ્રેમ છે - God is Love [Gujarati]](http://cdn.shopify.com/s/files/1/0430/4522/4598/products/GodisLove_Gujarati_Q0612GU-CoverImg_{width}x.png?v=1650626682)
પ્રેમનો અનુભવ કરો!
પ્રેમ શું છે? કેટલીકવાર આપણે આ શબ્દને આપણા સંબંધોના
સંદર્ભમાં જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ પ્રેમ એ માનવીય ખ્યાલ નથી. તે ઈશ્વરની ઓળખ છે. તે અમુક સમયે વિરોધાભાસ જેવું લાગે છે. પરંતુ તેમના સાર્વભૌમત્વ દ્વારા, ઈશ્વર પ્રગટ કરે છે કે આપણે જે પણ સંજોગો અનુભવીએ છીએ તે તેમની સંભાળનું વિસ્તરણ છે. તમારા સ્વર્ગીય પિતાને નવી રીતે જોવા માટે પ્રોત્સાહિત થાઓ કે તમે સ્વર્ગસ્થ ઓસ્વાલ્ડ ચેમ્બર્સના ડહાપણનો આનંદ માણો.
ઓસ્વાલ્ડ ચેમ્બર્સનો જન્મ સ્કોટલેન્ડમાં થયો હતો અને તેમણે પોતાનું મોટાભાગનું બાળપણ ત્યાં વિતાવ્યુ હતું. તેમની શૈક્ષણિક તેમજ ઉપદેશની સેવાઓ તેમને થોડા સમય માટે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા અને જાપાનમાં લઇ ગઈ. તેમના જીવનના અંતિમ છ વર્ષ લંડનમાં બાઇબલ તાલીમ મહાવિદ્યાલયના આચાર્ય તરીકે અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇજિપ્તમાં બ્રિટિશ કોમનવેલ્થ સૈનિકોના પાદરી તરીકે તેમણે વિતાવ્યા હતા. તેમના મૃત્યુ પછી, તેમની પત્નીએ તેમના જીવનકાળ દરમ્યાનના સંબોધનો જે તેણીએ પોતાના હાથ વડે લખ્યા હતા તે પુસ્તકોનું સંકલન કર્યું.