![કૉવિડ અને કૉવિડ પછી - Covid and Beyond [Gujarati]](http://cdn.shopify.com/s/files/1/0430/4522/4598/products/CovidAndBeyond_Gujarati_CBATH01GU-CoverImg_{width}x.png?v=1650627121)
શહેરો, દેશો, અથવા તો વૈશ્વિક આફતો જેવીકે દેશવ્યાપી રોગચાળૉ આપણને અસર કરે ત્યારે ખ્રિસ્તીઓએ સામર્થ્ય તેમજ દોરવણી માટે બાઇબલ તરફ જોવું જોઇએ અને જે લોકો યાતનામાંથી પસાર થઇ રહ્યા છે તેઓની પાસે ઇશ્વરનો પ્રેમને લઇને પહોંચી જવું જોઇએ. ચાલો બાઇબલ આધારિત મનન કરીએ કે ખ્રિસ્તના અનુયાયીઓએ આફતો દરમ્યાન અને પછી શું કરવું જોઇએ.
અજીત ફર્નાન્ડો શ્રીલંકામાં યુથ ફોર ક્રાઈસ્ટ સંસ્થામાં શૈક્ષણિક ડાયરેક્ટરની સેવા આપે છે. અજીત એ કોલંબો થીયોલોજીકલ સેમીનરીના કાઉંસીલ પ્રેસીડેન્ટ તેમજ વીઝીટીંગ લેકચરર છે અને તે ઉપરાંત વીઝીટીંગ સ્કોલર તરીકે ટીન્ડેલ યુનિવર્સીટી કૉલેજ અને સેમીનરી, ટૉરંટૉ મુકામે સેવાઓ આપે છે. તેમણે ૧૫ જેટલા પુસ્તકો લખ્યા છે અને તેમનાં પુસ્તકો ૧૯ જેટલી જુદી જુદી ભાષાઓમાં પ્રકાશિત થયા છે.